ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે, તેનું ઉદાહરણ ઈન્દોરના એક ગામમાં જોવા મળ્યું છે, અહીં એક જ પરિવારના 27 સદસ્યો એક સાથે કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ પહેલા સાંવેરના ગ્રામીણ ક્ષેત્રમાં ગત મહિને એક પરિવારના ઘરે જન્મદિવસની ઉજવણી દરમિયાન એક બાદ એક આશરે 21 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
હવે ઈન્દોરના હાતોદ ક્ષેત્રના ભોઈ મોહલ્લામાં એક પરિવારના 27 સદસ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરિવારના 5 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના વૃદ્ધ પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે. આ સમગ્ર કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની જાણકારી મેળવવા માટે ગામમાં પહોંચી ગયા છે.
સત્તાવાર રીતે પ્રશાસને આ વાતની પુષ્ટી કરી છે. જ્યારે, હાતોદ ક્ષેત્રને બીજી વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. હાલ એક સાથે 27 દર્દીઓ સામે આવ્યા બાદ પ્રશાસને ભોઈ મોહલ્લાના સીલ કરી દીધો છે. ઈન્દોર ફરી એક વખત લોકડાઉનની રડાર પર આવી ગયું છે.
મધ્યપ્રદેશ: ઈન્દોરમાં ફરી કોરોનાની ચપેટમાં એક ગામ, એક જ પરિવારના 27 લોકો પોઝિટિવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2020 10:50 PM (IST)
ઈન્દોરના હાતોદ ક્ષેત્રના ભોઈ મોહલ્લામાં એક પરિવારના 27 સદસ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરિવારના 5 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના વૃદ્ધ પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -