બોલિવૂડમાં ડ્રગ્સનો મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો છે જેમાં ટોચના સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. સારા અલી ખાન અને દીપિકા પાદૂકોણ જેવા ટોપ બોલિવૂડ સેલેબ્સ બાદ હવે ફિલ્મ મેકર મધુ માંટેના વર્માનું નામ સામે આવ્યું છે. મધ માંટનેને કાલે એનસીબીએ પૂછપરછ માટે બોલાવ્યો છે.
સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCB સુત્રોના જણાવ્યા પ્રમાણે, Dનો મતલબ છે દીપિકા પાદુકોણ અને Kનો મતલબ છે કરિશ્મા (જયાની એસોસિએટ).
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને તેની ‘ટેલેન્ટ મેનેજર’ જયા સાહાને સોમવારે એજન્સીની ઓફિસે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, જયા સાહા બપોરે લગભગ બે વાગે દક્ષિણ મુંબઈમાં આવેલા એસઆઈટીની ઓફિસે પહોંચી હતી.
એનસીબીએ મંગળવારે પણ જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ દરમિયાન ઘણાં મોટો ખુલાસા થઈ શકે છે.
D' to K: શું તમારી પાસે માલ છે?
K' reply: છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.
K writes: જો તમારે જોઈએ તો અમિતને કહી દઉં છું.
D writes: હા, પ્લીઝ
K writes: અમિતની પાસે છે તે રાખે છે.
D writes: Hash ના?
D writes: ગાંજો નથી
K writes: કોકોની પાસે તું ક્યારે આવે છે
D writes: સાડા 11થી 12ની વચ્ચે
તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી માદક પર્દાર્થ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહી છે તેને લઈને અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.
સારા-દીપિકા બાદ બોલિવૂડ ડ્રગ્સ રેકેટમાં સામે આવ્યું નવું નામ? કયા ફિલ્મ મેકરની NCB કરશે પૂછપરછ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2020 12:00 PM (IST)
સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -