નવી દિલ્હીઃ હવામાન વિભાગે ઊત્તર પૂર્વ બંગાળની ખાડીમાં સીસ્ટમ સક્રિય થતાં 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોટ્ટયમ, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર, પલક્કડ, માલાપુરમ, કોઝિકોડ, વાયાનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લા માટે ઓરેન્જડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુંડલા, કલ્લારકુટ્ટી, મલંકારા અને પોનમુડી ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે જેથી પેરિયાર, મુતીરાપુઝા અને મુવાટ્ટુપુઝા નદીઓનું જળ સ્તર વધ્યું છે.

હવામ વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ અને પડોશમાં હવાનું દબાણ ઉભું થતા એક સીસ્ટમ સક્રિય થઈ છે અને આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ વધશે. વિતેલા 24 કલાકમાં કેરળમાં સરેરાશ સાત સેન્ટીમીટર વરસાદ થયો છે.

એનડીઆરએફની ત્રણ ટુકડી રવિવારે કેરળ પહોંચી ગઈ છે અને તેને વાયાનાડ, માલાપુરમ અને ત્રિશૂર જિલ્લામાં રાખવામાં આવી છે. ઇડુક્કી અને કોઝિકોડ જિલ્લામાં પહેલેથી જ બે ટીમ હાજર છે.

કેરળમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ

કેરળમાં વિતેલા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્રણ લોકોના મોત પણ થયા છે. સોમવારે પણ રાજ્યના અનેક ભાગમાં વરસાદ થયો.

ઓડિશાના અનેક ભાગમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

ગાલની ખાડી ઉપર ઓછું દબાણનું ક્ષેત્ર બનવાને કારણે સોમવારે ઓડિશાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થયો. હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે કલેક્ટરોને એલર્ટ કર્યા છે કહેવામાં આવ્યું છે કે, તેઓ પહાડી વિસ્તારમાં કોઈ પણ સંભવિત પુર, ભૂસ્ખલન માટે તૈયાર રહે.

હવામાન કેન્દ્રએ નબરંગપુર, નુઆપાડા, બરગઢ, ઝારસુગુડા અને બલાંગીર જિલ્લાના કેટલાક ક્ષેત્રો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.