નવી દિલ્હીઃ લોકતંત્રનું મંદિર વિતેલા ત્રણ ચાર દિવસથી ખેડૂત બિલને લઈને સત્તા અને વિપક્ષની વચ્ચે વૈચારિક લડાઈનું કેન્દ્ર બન્યું છે. રવિવારે રાજ્યસભામાં અજીબોગરીબ તસવીર જોવા મળી જ્યારે ઉપ સભાપતિ હરિવંશ ચેર પર હતા ત્યારે જોરદાર હોબાળો કર્યો અને ચેરની ગરમીની અવગણના કરવામાં આવી છે. સોમવારે સાંસદોની આ હરકત પર કાર્રવાઈ કરતાં 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાંસદને સસ્પેન્ડ કર્યા બાદ તેઓ સંસદ પરિસરમાં જ ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેઠા અને ત્યારથી અત્યાર સુધી ત્યાં જ છે. આખી રાત ધરણા ચાલુ રાખ્યા, પરંતુ મંગળારે સવારે ધરણા સ્થળ પરથી એક મંગલમય તસવીર સામે આવી. જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલ 8 સાંસદો માટે ચા અને નાસ્તો લઈને ખુદ ઉપ સભાપતિ હરિવશં પહોંચ્યા. તસવીરમાં જોવા મળે છે કે, આ દરમિયાન ખૂબ આત્મિયતા જોવા મળી, પરંતુ વૈચારિક લડાઈની મર્યાદા અને નીતિ અંતર્ગત ચાની ઓફર ફગાવી દીધી અને સાંસદોએ ચા ન પીધી. પરંતુ આ ઘટના લોકતંત્રની સુંદરતાને સારી રીતે દર્શાવી રહી છે.

હરિવંશે સાંસદોને કહ્યું કે, તે વ્યક્તિગત રીતે એટલા માટે આવ્યા છે કારણ કે તે બધા તેમના સહયોગી છે. પરંતુ આ સાંસદોએ કહ્યું કે, વ્યક્તિગત રીતે મળવું હોય તો હરિવંશ સાંસદોના ઘરે આવે અથવા સાંસદોને પોતાના ઘરે બોલાવે. આપ નેતા સંજય સિંહે કહ્યું, “અમે ઉપ સભાપતિ જીને કહ્યું કે, ખેડૂત વિરોદી કાળો કાયદો પરત લો.”


સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જ્યારે સંસદના પરિસરમાં જ આખી રાત દેખાવો ચાલ્યા હોય. જોકે વિધાનસભામાં આવું ચાલતું રહે છે.

ધરણાં પર બેઠેલા સાંસદોએ ઘરેથી તકિયાં અને બ્લેનકેટ ઉપરાંત મચ્છરને ભગાડવાની દવા પણ મગાવી હતી. ઈમર્જન્સી માટે સ્થળ પર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તેમના બે સાથીઓ કોંગ્રેસના રિપુન બોરા અને સીપીઆઈના ઈ. કરીમને લઈને છે, કારણ કે બંનેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને બંનેને ડાયાબિટીસ છે.