નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કે નહીં, તેના પર વિવિધ અટકળો ચાલી રહી છે. કારણ કે, તે દિવસે શનિવાર છે અને આ દિવસે રજા હોય છે તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય બજેટ 3 ફેબ્રુઆરીએ રજૂ કરી શકે છે. હવે સરકારે તેના પર જવાબ આપ્યો છે.


સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, પરંપરા ચાલુ રહેશે. વર્ષ 2015-16 બાદ પહેલીવાર હશે, જ્યારે બજેટ શનિવારે રજૂ કરવામાં આવશે. 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2017-18નું બજેટ પહેલીવાર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં 5 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેના એક દિવસ પહેલા 4 જુલાઈએ થયેલા આર્થિક સર્વેક્ષણ 2019માં કહેવામાં આવ્યું હતું કે, ભારતે પોતાના જીડીપીના સાત થી આઠ ટકા વાર્ષિક બુનિયાદી ઠાંચા પર ખર્ચ કરવાની જરૂર છે. જો 2030 સુધી 10 અરબ ડૉલરની અર્થવ્યવસ્થાબની જશે.