GST Council Meeting: પેટ્રોલ અને ડીઝલ હાલ જીએસટીના દાયરામાં નહી આવે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીના દાયરામાં લાવવાને લઈને વિચાર થયો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેઠક બાદ કહ્યું કાઉન્સિલનું માનવું છે કે આ સમય પેટ્રોલિયમ પદાર્થોને (GST)ના દાયરામાં લાવવાનો નથી.
જીએસટી પરિષદની યોજાયેલી 45મી બેઠક બાદ તેમણે એમ પણ કહ્યું કે ડીઝલમાં ભેળવાતા બાયોડીઝલ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે. બેઠક બાદ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે GSTમાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આવકથી જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠકમાં આજે પેટ્રોલ અને ડિઝલ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
જોકે દવાઓને લઈને આજે નાગરિકોને મોટી રાહત મળી છે. સરકારે એલાન કર્યું છે કે Zologensma અને Viltetso જેવી મોંઘી ઈમ્પોર્ટેડ દવાઓ પર GSTમાં છૂટ આપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે કોરોના વાયરસની સારવાર માટે જે દવાઓ પર છૂટ આપવામાં આવી છે તે દવાઓ પર ટેક્સની છૂટ હવે 31 ડિસેમ્બર સુધી લાગુ રાખવામાં આવશે. નોંધનીય છે કે રેમડેસીવીર જેવી દવાઓમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે, જોકે મેડિકલ ઉપકરણોમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.
બેઠક પછી મોડી સાંજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેઓએ જણાવ્યું કે GST કાઉન્સિલની મીટિંગમાં શુક્રવારે અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેન્સર મેડિસિન પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવી છે. રેમડેસિવિર અને હેપરિન પર 5% GST લાગશે. કોરોનાની દવાઓ પર ટેક્સ છૂટ 31 ડિસેમ્બર સુધી વધારાઈ છે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેટલીક જીવન રક્ષક દવાઓ જે ઘણી મોઘી છે, જે બાળકો માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. જે કોરોના સંબંધિત નથી. એવી દવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેના પર GST નહીં લાગે. જોલગેન્સમા અને વિલ્ટેપ્સો આવી જ 2 મહત્વપૂર્ણ દવાઓ છે.