નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આજે મોડી રાત્રે રાજ્યોને જીએસટીના 20,000 કરોડ રૂપિયા આપી દેવામાં આવશે. આજે જીએસટી પરિષદની 42મી બેઠક થઈ હતી. સીતારમણનું કહેવું હતું કે અમે રાજ્યોને કોમ્પનસેશનની રકમ આપવાથી મનાઈ કરી રહ્યા નથી. કોરોનાના કારણે સ્થિતિ એવી થઈ છે. આ સ્થિતિની કોઈએ કલ્પના કરી નહોતી.




કેંદ્ર ક્મ્પેસેશન સેસમાંથી આ રૂપિયા આપવામાં આવશે. આ પ્રસ્તાવથી 21 રાજ્યો સહમત હતા. જ્યારે કેટલાક રાજ્ય દ્વારા આ પ્રસ્તાવ માટે મનાઈ કરવામાં આવી હતી. એક તરફથી બેઠકમાં જીએસટી કોમ્પનસેશનનો મુદ્દો ઉકેલાયો નથી. નાણામંત્રીએ કહ્યું હતુ કે આગળની બેઠકમાં વણઉકેલાયા મુદ્દાઓ પર ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે.

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યો આ રૂપિયા માટે માંગ કરી રહ્યાં હતા. અનેક રાજ્યોએ આ રૂપિયા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું હતું. કોરોનાની મહામારીમાં રાજ્યોની ટેક્સની આવકમાં ઘટાડો થતા રાજ્યોને પૈસાની જરૂર હતી અને હવે રાજ્યોને આ રકમ મળી છે.

આ બેઠકમાં નક્કી થયું છે કે લક્ઝરી અને અન્ય પ્રકારની વસ્તુઓ પર લાગનાર કમ્પનસેશન સેસને 2022થી પણ આગળ વધારવામાં આવશે. કાર, સિગારેટ જેવી પ્રોડક્ટ પર કમ્પનસેશન સેસ આગળ લાગતો રહેશે, રાજ્યોને નુકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે તે જીએસટી લાગૂ થયા બાદ માત્ર પાંચ વર્ષ સુધી લાગવાનો હતો.

અમે તમને જણાવી દઇએ કે રાજ્યોએ 2.35 લાખ કરોડ રૂપિયાનું જીએસટી વળતર કેન્દ્ર પાસે લેવાનું બાકી છે જેની સામે 20 હજાર કરોડની રકમ પણ ઘણી ઓછી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ