આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ પરંતુ આ હેલ્ધી ડ્રિન્કમાં જ  જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઇ શકે છે


આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. કારણે કે દૂધમાં સ્વાસ્થ્યનો ખજાનો છે. પરંતુ આ સફેદ દૂધમાં પણ કાળો કારોબાર ચાલે છે. દૂધમાં મિલાવટ કરીને વેચાણ કરાય છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં નકલી દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે.


રાજકોટમાં નકલી દૂધ નોકાળો કારોબાર ઝડપાયો છે. અંદાજિત 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું છે. રાજકોટ માલવિયાનગર પોલીસે 1000 લીટર દુધનો નાસ કરીનેડ્રાઇવરની કરી અટકાયત કરી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા, દૂધ નકલી નીકળતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


 કેવી રીતે થાય છે દુધમાં ભેળશેળ


દૂધમાં ભેળશેળનો ધંધો વ્યાપક રીતે ફેલાયેલો છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં પણ પોલીસે 1000 લીટર દુધ મળી આવતા દૂધમાં ભેળશેળનો કાળો કારોબાર સામે આવ્યો છે. નકલી દૂધ બનાવવા માટે તેમાં યુરિયાનો ઉપયોગ થાય છે. થોડા દૂધમાં સોયાબીન રિફાઇન્ડ ઓઇલની સાથે કેમિકલ્સ મિક્સ કરવામાં આવે છે. આટલું જ નહીં તેમાં સ્ટાર્ચ પણ ઉમેરવામાં આવે છે.


ભેળશેળયુક્ત દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન
દૂધ સ્વાસ્થ્ય માટે હિતકારી છે પરંતુ ભેળશેળવાળું દૂધ અને રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આવું ભેળશેળવાળું દૂધ પીવાથી પેટ અને પાચન સંબંધિત અનેક સમસ્યા થઇ શકે છે. ભેળશેળવાળું દૂધ પીવાથી ડાયરિયા. કબજિયાત, કમળો થઇ શકે છે.


કેવી રીતે ઓળખશો નકલી-અસલી દૂધ
ભેળશેળ યુક્ત દૂધની ઓળખ જરૂરી છે. નકલી દૂધમાં સોડા સ્ટાર્ટ વોશિંગ પાવડર પણ મિક્સ કરાય છે. જેના કારણે આવા દૂધમાં થોડી ગંધ પણ આવે છે. સ્વાદમા પણ ખાસ્સો ફરક જોવા મળે છે. જો નકલી દૂધને થોડા સમય માટે સ્ટોર કરવામાં આવે તો તે થોડું પીળું પડી જાય છે. જ્યારે રિયલ મિલ્કમાં આવું નથી થતું. નકલી દૂધને હાથમાં રગડવાથી ચિકાસ અનુભવાય છે. રિયલ મિલ્કમાં આવું નથી થતું.