CM યોગી પર આપત્તિજનક ટિપ્પણી, AAP ધારાસભ્ય રાઘવ ચઢા વિરુદ્ધ FIR દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Mar 2020 04:49 PM (IST)
રાઘવ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરવા મામલે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વકીલ પ્રશાંત પટેલે નોઇડામાં દાખલ કરાવી છે.
લખનઉઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢા વિરુદ્ધ કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રાઘવ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરવા મામલે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વકીલ પ્રશાંત પટેલે નોઇડામાં દાખલ કરાવી છે. રાઘવ દિલ્હીના રાજેન્દ્ર નગરથી ધારાસભ્ય છે. તેમના વિરુદ્ધ નોઇડામાં એફઆઇઆર દાખલ કરવામાં આવે. નોંધનીય છે કે રાઘવે ટ્વિટ કરી યોગી આદિત્યનાથ પર આરોપ લગાવ્યો હતો કે તે દિલ્હીથી પલાયન કરી રહેલા લોકોને માર ખવડાવી રહ્યા છે. નોંધનીય છે કે લોકડાઉન બાદ કામ બંધ થવાના કારણે દિલ્હીથી હજારો મજૂરો પલાયન કરી રહ્યા છે. જેને લઇને આમ આદમી પાર્ટી પર સવાલો ઉઠી રહ્યા છે. શનિવારે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે સવાલો ઉઠાવ્યા હતા.