ભોપાલઃ દેશમાં Coronavirusની ચેન તોડવા 21 દિવસનું Lockdown જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો આ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવા લોકોને પ્રેમથી સમજાવીને ફરીથી આમ ન કરવા જણાવી રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.


મધ્યપ્રદેશના છતરપુર ગોરિહર વિસ્તારમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે Lockdownનું ઉલ્લંઘન કરનારા મજૂરના માથા પર પેનથી લખ્યુ, “મેં લોકડાઉનનું ઉલ્લંઘન કર્યુ , મારાથી દૂર રહો.” ઘટનાની જાણ થતાં એસપી કુમાર સૌરભે કહ્યું, આ વાતને ચલાવી ન લેવાય. મહિલા પોલીસ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



મધ્યપ્રદેશમાં આજે ઉજ્જૈનની 17 વર્ષીય સગીરા સહિત કુલ પાંચ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. જેના સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 39 થઈ છે. તેમાંથી બે લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1037 થઈ છે અને 25 લોકોના મોત થયા છે.

અમેરિકામાં Coronaથી 2000 વધુ લોકોના મોત, Trumpએ કહ્યું, Quarantineની નથી જરૂર

શું Coronavirus હવાથી ફેલાય છે ? WHOએ આપી આવી જાણકારી, જાણો વિગત