ભાજપે દક્ષિણ કોલકત્તાના પતુલીથી બાગ જતીન વિસ્તાર સુધી સીએએના સમર્થનમાં રેલી આયોજીત કરી હતી. જેનુ નેતૃત્વ દિલીપ ઘોષ કરી રહ્યા હતા. રેલી દરમિયાન એક મહિલા સીએએ અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં થયેલા ફાયરિંગના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી. ભાજપ સમર્થકોએ તેની પાસેથી પોસ્ટર છીનવી લીધુ હતું અને ખરાબ વર્તન કર્યું હતું.
CAAના સમર્થનમાં રેલી દરમિયાન મહિલા સાથે ખરાબ વર્તન, બંગાળના BJP અધ્યક્ષ વિરુદ્ધ કેસ દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jan 2020 04:58 PM (IST)
ઘોષે કહ્યું કે, તેમને પોતાના નસીબનો આભાર માનવો જોઇએ કે કાંઇ બીજું થયું નથી. તેમની આ ટિપ્પણીની વિપક્ષે ટીકા કરી હતી.
NEXT
PREV
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ ગુરુવારે એક મહિલાના આરોપો બાદ આઇપીસીની કલમ 354એ, 509, 506, 34 હેઠળ પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. નોંધનીય છે કે મહિલાએ દિલીપ ઘોષની રેલી દરમિયાન ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત રેલી દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ દ્ધારા એક મહિલા પ્રદર્શનકારી સાથે ખરાબ વર્તન કરવા પર ઘોષે કહ્યું કે, તેમને પોતાના નસીબનો આભાર માનવો જોઇએ કે કાંઇ બીજું થયું નથી. તેમની આ ટિપ્પણીની વિપક્ષે ટીકા કરી હતી.
ભાજપે દક્ષિણ કોલકત્તાના પતુલીથી બાગ જતીન વિસ્તાર સુધી સીએએના સમર્થનમાં રેલી આયોજીત કરી હતી. જેનુ નેતૃત્વ દિલીપ ઘોષ કરી રહ્યા હતા. રેલી દરમિયાન એક મહિલા સીએએ અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં થયેલા ફાયરિંગના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી. ભાજપ સમર્થકોએ તેની પાસેથી પોસ્ટર છીનવી લીધુ હતું અને ખરાબ વર્તન કર્યું હતું.
ભાજપે દક્ષિણ કોલકત્તાના પતુલીથી બાગ જતીન વિસ્તાર સુધી સીએએના સમર્થનમાં રેલી આયોજીત કરી હતી. જેનુ નેતૃત્વ દિલીપ ઘોષ કરી રહ્યા હતા. રેલી દરમિયાન એક મહિલા સીએએ અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં થયેલા ફાયરિંગના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી. ભાજપ સમર્થકોએ તેની પાસેથી પોસ્ટર છીનવી લીધુ હતું અને ખરાબ વર્તન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -