આ સિંગરને યોગી આદિત્યનાથ, મોહન ભાગવતને ગાળો આપવી પડી ભારે, નોંધાઈ FIR
abpasmita.in | 20 Jun 2019 02:08 PM (IST)
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સોશિયલ મીડિયામાં આપત્તિજનક લખાણ લખનારી સિંગર હાર્ડ કૌર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વારાણસીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સોશિયલ મીડિયામાં આપત્તિજનક લખાણ લખનારી સિંગર હાર્ડ કૌર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. યૂકે બેસ્ડ પંજાબી સિંગર હાર્ડ કૌરે થોડા દિવસો પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથની તસવીર શેર કરીને તેમને રેપિસ્ટ અને આરએસએસ ચીફ મોહન ભાગવતને આતંકવાદી કહ્યા હતા. આ મામલે વારાણસી કેન્ટ પોલીસ સ્ટેશનમાં પંજાબી સિંગર હાર્ડ કૌર સામે કેસ દાખલ કવામાં આવી છે. વકીલ શશાંક ત્રિપાઠીના કહેવા મુજબ આ પોસ્ટથી આમ આદમીની લાગણીને ઠેસ પહોંચી છે. શશાંકની ફરિયાદના આધારે પોલીસે કલમ 24A (Sedition), 153A, 500 ,505 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હાર્ડ કૌરે મોહન ભાગવતને ન માત્ર જાતિવાદી કહ્યા પરંતુ દેશમાં થયેલી મોટી આતંકી ઘટનાઓ માટે એમને અને આરએસએસને જવાબદાર ગણાવ્યા હતા. હાર્ડ કૌર પહેલા પણ વિવિધ સેલિબ્રિટીઝ, રાજનેતાઓને લઈ આવી પોસ્ટ લખી ચુકી છે. કૌરે તેની પોસ્ટમાં ન માત્ર વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો પરંતુ જે લોકોએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી હતી તેને પણ ગાળો ભાંડી હતી. હાર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ પર પણ કોમેન્ટો કરી છે. નાગપુરઃ વિશ્વની સૌથી ઠીંગણી મહિલાએ કરી યોગની પ્રેક્ટિસ, જુઓ વીડિયો વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર વિરૂદ્ધ નોંધાઈ FIR, જાણો શું લાગ્યો આરોપ.... સંસદના સંયુક્ત સત્રમાં રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં બાપુ અને દાંડીયાત્રાને યાદ કરી, જુઓ વીડિયો