નાગપુરઃ શુક્રવારે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ભારતમાં આજે અનેક જગ્યાએ લોકોની યોગની પ્રેક્ટિસ કરી હતી. નાગપુરમાં વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેએ પણ યોગની પ્રેક્ટિસ કરી હતી. આ અંગેની તસવીરો અને વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વાર પોસ્ટ કરવામાં આવ્યા છે.


વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેની ઊંચાઈ માત્ર 2 ફૂટ અને 6 ઈંચ છે. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા તરીકે તે એક ભારતીય રિયલ્ટી શો અને અમેરિકન હોરર સ્ટોરી જેવા શોમાં કામ કરી ચુકી છે. જ્યોતિ એકોંડ્રોપ્લેસિયા નામની બીમારીથી પીડાય છે. જેના કારણે તેની ઊંચાઈ વધી શકી નથી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી. 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત

જાણો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનની મુખ્ય વાતો

અમદાવાદઃ ઉપસરપંચના હત્યારાને પકડવાની માંગને લઇને પુત્ર સહિત સગાવ્હાલા બેઠાં ધરણાં પર, જુઓ વીડિયો