મહારાષ્ટ્રઃ પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2020 08:40 PM (IST)
પાલઘરમાં નાનડોલિયા ઓર્ગેનિક કેમિકલમાં આગની ઘટના બની છે
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.