- મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,95,865 પર પહોંચી છે. જેમાંથી 1,58,395 એક્ટિવ કેસ છે અને 4,17,123 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 20,037 પર પહોંચ્યો છે.
- તમિલનાડુમાં અત્યાર સુધીમાં 3,43,945 કોરોનાના મામલા સામે આવ્યા છે. જેમાંથી 5886 લોકોના મોત થયા છે.
- આંધ્રપ્રદેશમાં 2,96,609 કેસ નોંધાય છે. જેમાંથી હાલ 84,777 એક્ટિવ કેસ છે અને 2,90,100 લોકો સાજા થઈ ગયા છે. 2,732 લોકોના મોત થયા છે.
- કર્ણાટકમાં 2,19,926 કોરોના મામલા સામે આવ્યા છે અને 3,831 દર્દીના મોત થયા છે.
- દિલ્હીમાં 1,51,928 કોરોના સંક્રમિતોમાંથી 4,188 દર્દીના મોત થયા છે.
- ઉત્તર પ્રદેશમાં 1,50,061 કોરોના સંક્રમિત દર્દી છે. જેમાંથી 2,393 દર્દીના દુઃખદ મોત થયા છે.
- પશ્ચિમ બંગાળમાં 1,13,432 સંક્રમણના મામલા આવ્યા છે. જેમાંથી 2,377 દર્દીના સંક્રમણના કારણે મોત થયા છે.
- બિહારમાં 1,01,551 કોરોના સંક્રમણના મામલા છે. બિહારમાં કોરોનાના 31,059 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 72,324 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે, જ્યારે 461 લોકોના મોત થયા છે.
આ 8 રાજ્યોમાં કુલ 19,73,314 કોરોના દર્દી છે. જે ભારતના કુલ સંક્રમિત દર્દીના 73.10 ટકા છે. આઠ રાજ્યોમાં મળીને 41,905 દર્દીના મોત થયા છે. જે ભારતમાં કોરોના સંક્રમણથી થયેલા મોતની 80.89 ટકા છે.
દેશના ક્યા ભાજપ શાસિત રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લદાયું લોકડાઉન, જાણો વિગત
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે લોકો સાજા થયા, જાણો કેટલો થયો રિકવરી રેટ