નવી દિલ્લી: દિલ્લીના રિઠાલાની ઝૂંપડપટ્ટીમાં રવિવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના લગભત્ર રાત્રે 2 વાગે બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 35 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રવિવારે મોડી સાંજે દિલ્લીના રિઠાલામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં કોઈ કારણસર ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 35 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.પરંતુ ઘટનામાં લાખો રૂપિયાના સામાનને નુકસાન થયું હોય તેવી આશંકા બતાવવામાં આવી છે. જો કે સ્થાનીક પોલીસને આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી.