નવી દિલ્લી: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને હદય રોગનો હુમલો આવ્યો છે. તેમની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પહેલા ખબર આવી હતી કે તેમની તબીયત એકદમ ઠીક છે, તેમને હોસ્પિટલમાંથી તુરંત રજા આપવામા આવશે. મુખ્યમંત્રી જયલલિતા છેલ્લા અઢી મહિનાથી ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મીડિયા રીપોર્ટસ મુજબ તામિલનાડુના રાજ્યપાલ મુંબઈથી ચેન્નઈ જવા માટે રવાના થયા છે, જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યપાલ સાથે ટેલીફોનિત વાતચીત કરી છે.
જયલલિતાને હ્રદય રોગના હુમલાના સમાચાર સામે આવતા અમ્માના સર્મથકો હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા છે. હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.