Fire in Taj Express: દિલ્હીમાં એક મોટી આગ લાગવાની ઘટના ઘટી છે. દિલ્હીમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તાજ એક્સપ્રેસ ટ્રેન નંબર 12280ની બે કૉચમાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.







દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન પાસે તાજ એક્સપ્રેસના ચાર કૉચમાં આગ લાગી હતી. 12280 તાજ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી આપતાં ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું છે કે તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે.


ડીસીપી રેલ્વેના જણાવ્યા અનુસાર, કુલ 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કોઈ વ્યક્તિને કોઈ ઈજા કે નુકશાન થયું નથી.


તાજ એક્સપ્રેસમા લાગી આગ 
આકરી ગરમી વચ્ચે દિલ્હીના સરિતા વિહારમાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે હરકેશ નગરથી 4:24 વાગ્યે માહિતી મળી હતી. ઘટનાસ્થળે છ વાહનો મોકલવામાં આવ્યા છે. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.