જેસીસી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હુમલાખોરો એક લાલ રંગની સ્કૂટી પર આવ્યા હતા. એક બદમાશે લાલ રંગનુ જેકેટ પહેર્યુ હતુ. ફાયરિંગની ઘટના બાદ સાઉથ ઇસ્ટ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે એસએચઓ ઘટના સ્થળે હાજર છે.
ફાયરિંગની ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરવાનુ શરૂ કરી દીધુ હતુ. ખરેખરમાં છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં જામિયા વિસ્તારમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના ઘટી છે.
ગોળાબાર બાદ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી કારણ કે પોલીસ હાજર હોવા છતાં આવી ઘટનાઓ કેવી રીતે બની રહી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચવા લાગ્યા. નારાજ વિદ્યાર્થીઓએ જામિયાનગર પોલીસ સ્ટેશનની બહાર ફાયરિંગની આ ઘટનાને લઇ પ્રદર્શન કર્યું બાદમાં ફરિયાદ થવા પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ત્યાંથી રવાના થઇ ગયા.