નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એજન્સી (ઇસરો)એ ચંદ્રયાન-2 ઓર્બિટર પર સ્થિત હાઇ રિઝોલ્યૂશન કેમેરા (ઓએચઆરસી) દ્વારા લીધેલી ચંદ્રમાની ધરતી પરની તસવીરો જાહેર કરી છે. ઇસરો અનુસાર, ઓર્બિટરે ચંદ્રમાની ધરતીથી 100 કિલોમીટરની ઉંચાઇ પરથી લીધેલી આ તસવીરોમાં ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવીય વિસ્તારમાં સ્થિત બોગસ્લાવસ્કી ઇ ક્રેટર અને તેની આસપાસની છે. આનો વ્યાસ 14 કિલોમીટર અને ઉંડાણ ત્રણ કિલોમીટર છે.

ઇસરોએ કહ્યું કે, તસવીરોમાં ચંદ્રમા પર મોટા મોટા પથ્થરો અને નાના-નાના ખાડાઓ દેખાઇ રહ્યાં છે, આશા છે કે આ તસવીરો બાદ ઘણી એવી ખાસ માહિતી સામે આવી શકે છે.


ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇસરોએ ચંદ્રયાન-2નુ મિશન 98 ટકા સક્સેસ હોવાની વાત કહી હતી, માત્ર બે ટકાની કમીના કારણે મિશન નિષ્ફળ થઇ ગયુ હતુ. વિક્રમ લેન્ડરને ચંદ્રમાની દક્ષિણી ધરતી પર છઠ્ઠી ડિસેમ્બરે લેન્ડિંગ કરવાનુ હતુ, પણ તેનો ચંદ્રમાની ધરતીથી થોડાક અંતરેથી સંપર્ક ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક તુટી ગયો હતો. બાદમાં રિપોર્ટ આવ્યા કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની ધરતી પર બરાબર છે પણ સંપર્ક સાધવાની કોશિશ નિષ્ફળ રહી હતી.