સિક્કીમમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ શનિવારે સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. પ્રદેશના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત મળેલ વ્યક્તિ 25 વર્ષનો વિદ્યાર્થી છે અને હાલમાં તે દિલ્હીથી પર પરત ફર્યો હતો. આરોગ્ય વિભાગેના અધિકારી પેમ્પા શેરિંગ ભૂટિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનું સેમ્પલ તપાસ માટે સિલિગુડીના ઉત્તર બંગલા ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતાં.જોકે રિપોર્ટ આવ્યા બાદ તેને કોરોના વાયરસથી સંક્રમિતની પૃષ્ટિ કરવામાં આવી હતી.

દિલ્હીમાં પણ કોરેન્ટાઈન સેન્ટરમાં રોકાયો હતો વિદ્યાર્થી

તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી દક્ષિણ સિક્કીમના રબાંગ્લાનો રહેવાસી છે અને તેની સર થૂતોબ નામગ્યાલ સ્મારક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભૂટિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી દિલ્હીમાં રહીને પ્રતિસ્પર્ધી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

ભૂટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ગયા અઠવાડિયે જ બસ મારફતે સિલિગુડી પહોંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, સંક્રમિત વ્યક્તિ દક્ષિણ દિલ્હીના નિર્ધારિત કોરેન્ટાઈન સેન્ટરમાં પણ રોકાયો હતો.

ભૂટિયાએ જણાવ્યું હતું કે 21 મેએ કોરોના વાયરસથી સંક્રમણના લક્ષણો સામે આવ્યા બાદ તાત્કાલિક તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.