એમ્સમાં પરીક્ષણ માટે ગત શનિવારે 3500 થી વધુ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, જેમાં ઓછામાં ઓછા 22 લોકોનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. આ જાણકારી એમ્સમાં કમ્યુનિટિ મેડિકલ કેન્દ્રના પ્રોફેસર અને મુખ્ય અધ્યયનકર્તા ડૉ. સંજય રાયે આપી હતી.
ડૉ. સંજય રાયે જણાવ્યું કે, દિલ્હી નિવાસી પ્રથમ વ્યક્તીની બે દિવસ પહેલા તપાસ કરવામાં આવી હતી અને તેના તમામ સ્વાસ્થ્ય માનદંડ સામાન્ય રેન્જમાં મળી આવ્યા. તેને અન્ય કોઈ બીમારી પણ નથી. ઈજેક્શનથી 0.5 મિલીલીટરનો પ્રથમ ડોઝ બપોરે 1.30 વાગ્યાની આસપાસ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ આડઅસર દેખાઈ નથી. આગામી સાત દિવસ તેના પર દેખરેખ રાખવામાં આવશે.
ક્લીનિકલ પરીક્ષણમાં સામેલ અન્ય લોકોને સ્ક્રીનિંગ રિપોર્ટો આવ્યા બાદ શનિવારે રસી લગાવવામાં આવશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ કોવેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ માટે એમ્સ સહિત 12 સંસ્થાઓની પસંદગી કરી છે.
પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ થશે અને તેમાં મહત્તમ 100 એમ્સમાં થસે. સંજય રાય અનુસાર બીજા તબક્કામાં પણ 12 સંસ્થાઓને મળીને કુલ લગભગ 750 લોકો સામેલ થશે.
પ્રથમ તબક્કામાં રસીનું પરીક્ષણ 18 થી 55 વર્ષના એવા સ્વસ્થ લોકો પર કરવામાં આવશે, જેને અન્ય કોઈ બીમારી નથી. એમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા અનુસાર અન્ય તબક્કામાં 12 થી 65 વર્ષની ઉંમરના 750 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.