નવી દિલ્હીઃ અમેરિકામાં એક ભારતીય નાગરિક માટે કાયમી નિવાસી અથવા ગ્રીન કાર્ડ મેળવવાનો બેગલોગ 195 વર્ષથી વધારે છે. તેને ટોચના એક રિપબ્લિકન સેનેટરે પોતાના સેનેટ સહયોગીઓને આ સમસ્યાના સમધાન માટે એક લેજિસ્લેટિવ રિઝોલ્યૂશની સાથે આવવાનો આગ્રહ કર્યો છે.


ગ્રીન કાર્ડ જેને સત્તાવાર રીતે અમેરિકામાં કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં અપ્રવાસીઓને આપવામાં આવતો એક દસ્વાતેજ છે,  જે એ વાત પ્રમાણિત કરે છે કે ગ્રીન કાર્ડ ધારક કાયમી રીતે અમેરિકામાં રહેવા માટે વિશેષાધિકાર મેળવે છે.

અમેરિકન સેનેટર માઇક લીનું કહેવું છે કે, હાલની ગ્રીન કાર્ડ નીતિ એ અપ્રવાસી બાળકો માટે કોઈપણ કામની નથી જેના માતા મરીગયેલ માતા પિતાના ગ્રીન કાર્ડની અરજી આખરે અસ્વીકાર કરવામાં આવી હોય. જણાવીએ કે, અમેરિકામાં ભારતીય માટે ગ્રીન કાર્ડનું વેઇટિંગ લિસ્ટ આજે 195 વર્ષથી પણ વધારે છે. જો કોઈ ભારતીય ઈબી-3 ગ્રીન કાર્ડ મેળવવા માગે છે તો તેને 195 વર્ષ સુધી રાહ જોવી પડશે.

સેનેટર માઇક લીએ અમેરિકાની સંસદમાં કાયદા પર બોલતા કહ્યું કે, સેનેટર ડિક ડર્બિન દ્વારા ઉઠાવવામાં આવેલ કાયદામાં અપ્રવાસી શ્રમિકો અને તેના બાળકોની રક્ષા કરવાની વાત કહેવામાં આવી હતી. જે હવે ગ્રીન કાર્ડ બેકલોગમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે.

જણાવીએ કે, નાણાંકીય વર્ષ 2019માં, 9,008 ભારતીય નાગરિકોને EB1, 2908 ભારતીયોને EB2 અને 5083ને EB3 ક્લાસના ગ્રીન કાર્ડ મળ્યા છે.