નાગાલેન્ડમાં 13મી વિધાનસભાના સાતમા સત્રમાં રાજ્યપાલ આરએનના સંબોધન દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે ટવિટર હેન્ડલ પર #NationalAnthem ટ્રેન્ડ થઇ ગયું છે.


નાગાલેન્ડ વિધાનસભામાં 12 ફેબ્રુઆરીએ ઇતિહાસ સર્જાયો છે. પહેલી વખત નાગાલેન્ડ વિધાનસભામાં રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું. નાગાલેન્ડના ગઠનના આટલા વર્ષ બાદ વિધાનસભામાં રાષ્ટ્ર ગાન  વગાડવામાં આવતા લોકો સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર અને રક્ષા વિશ્લેષક નિતિન એ ગોખલેએ  વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રાજ્યપાલના અભિભાષણ પહેલા રાષ્ટ્ર ગાન “જન મન ગન” વગાડવામાં આવ્યું. રાષ્ટ્રગાનના સન્માનમમાં સૌ ઉભા થયા હતા.


1 ડિસેમ્બર 1963માં અલગ રાજ્યનો દરજ્જો મળ્યો

1 ડિસેમ્બર 1963માં નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નાગાલેન્ડ આસામનો એક ભાગ હતો. 1950 સુધી આંતર જાતિય સંઘર્ષના કારણે વિદ્રોહ થતો રહ્યો. હિસાના કારણે નાગાલેન્ડ વિકાસથી દૂર હતું. 1 ડિસેમ્બર 1963માં અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. રાજધાની કોહિમાને બનાવાય. ચૂંટણી બાદ લોકતાંત્રિક રીતે સરકાર ચૂંટાઇ.  11 ફેબ્રુઆરી1964માં વિધાનસભાનું ગઠન થયું. નાગાલેન્ડ વિધાનસભામાં કોઇ અજ્ઞાત કારણોના કારણે ક્યારેય રાષ્ટ્રગાન ન વાગ્યું હોવાનુ સામે આવ્યું છે.