મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. ત્રણ મહિના બાધ શુક્રવારે માત્ર એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 6000 જેટલા કેસ નોંધાયા છે. લોકલ સેવા શરુ થયા બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. વધતા કેસના કારણે મહારાષ્ટ્રના બે જિલ્લામાં લોકડાઉનનું એલાન કરાયુ છે. તો કોરોના ગાઈડલાઈનના નિયમ તોડનાર સામે સખ્ત કાર્યવાહીના મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે.


મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવાર રાત્રે 10 કલાકથી દસ દિવસ સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. આ પહેલા વિદર્ભના અમરાવતી જિલ્લામાં શનિવારે રાત્રે 8 કલાકથી સોમવાર સવાર 7 કલાક સુધી વીકએન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી.

યવતમાલ કલેક્ટર એમડી સિંહે કહ્યું કે, જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક ફેબ્રુઆરી બાદ વધી રહી છે આ જ કારમએ લોકડાઉન લગાવાવના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, નવા કેસમાં લગભગ 80થી 90 ટકા કેસ યવતમાલ, પંઠરકાવડા અને પુસદ શહેરમાં સામે આવ્યા છે. કલેસ્ટરે કહ્યું કે, આ દરમિયાન, સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ બંધ રહેશે અને કોઈપણ ધાર્મિક કાર્યની મંજૂરી નહીં હોય. જોકે, લગ્નમાં માત્ર 50 લોકોને સામેલ થવાની મંજૂરી હશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે આપેલ આંકડા અનુસાર શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 6112 કેસ સામે આવ્યા હતા. જેમાં મોટા ભાગના કેસ અકોલા, પુણે અને મુંબઈમાં આવ્યા છે. આ પહેલા રાજ્યમાં 30 ઓક્ટોબરથી એક દિવસમાં 6000થી વધારે કેસ આવ્યા હતા ત્યાર બાદ કેસની સંખ્યા ઘટી હતી.

આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 20,87,632 થઈ ગઈ છે જ્યારે 44 વધુ લોકોના મોત સાથે કુલ મૃતકોની સંખ્યા 51,713 થઈ ગઈ છે. આ 44 મોતમાંથી 19 લોકોના મોત વિતેલા 48 કલાકમાં થયા છે, જ્યારે 10 મોત વિતેલા સપ્તાહે જ્યારે 15ના મોત એ પહેલા થયા હતા. મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારમાં સંક્રમણના સૌથી વધારે કેસ આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરી બાદ અકોલા, અમરાવતીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.