હરિદ્રાર: કુંભમેળની તડામાર તૈયારીઓ થઇ રહી છે. 1 એપ્રિલથી શરૂ થતો કુંભમેળો 30 એપ્રિલે સમાપ્ત થઇ જશે. શાહી સ્નાનમાં વીઆઇપી મૂવમેન્ટ પર રોક લગાવાય છે. શાહી સ્નાન સમયે વીઆઇપી પણ સામાન્ય નાગરિકની જેમ જ સ્નાન કરશે તેમજ શ્રદ્ધાળુ માટે કોવિડનો ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
શુક્રવારે કુંભમેળા મુદ્દે ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન બેઠક મળી હતી. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કુંભને લઇને નિર્દેશ આપ્યા છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા SOPનું પાલન કરવું પડશે.
મહાકુંભ મેળાનો લાભ લેવા માટે મહાકુંભ મેળાના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ દરેક ભાવિકો માટે કોવિડનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુદ્દે દરેક રાજ્યોએ સહમતિ વ્યક્ત કરી હતી. ઉપરાંત ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન બેઠકમાં નિર્ણય લેવાયો કે, દરેક રાજ્યોમાં કુંભમેળાના કાર્યક્રમમાં કોર્ડિનેટ કરવા માટે એક નોડલ અધિકારીની નિમણુક કરાશે. કુંભ મેળા દરમિયાન દરેક રાજ્ય દ્વારા સોશિયલ મીડિયા દ્રારા મોનિટરિંગ કરાશે અને સૂચના શેર કરાશે.
હરિદ્વારમાં મહાકુંભની તડામાર તૈયારી, શ્રદ્ધાળુનો કોવિડ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય, બીજા ક્યાં છે નિયમો જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 09:41 AM (IST)
હરિદ્રાર કુંભમેળની તડામાર તૈયારીઓ થઇ રહી છે. 1 એપ્રિલથી શરૂ થતો કુંભમેળો 30 એપ્રિલે સમાપ્ત થઇ જશે. શાહી સ્નાનમાં વીઆઇપી મૂવમેન્ટ પર રોક લગાવાય છે. શાહી સ્નાન સમયે વીઆઇપી પણ સામાન્ય નાગરિકની જેમ જ સ્નાન કરશે તેમજ શ્રદ્ધાળુ માટે કોવિડનો ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -