ન્યૂયોર્કઃ અમેરિકાના એક ગૃપે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની જાહેરાત કરી છે, આવુ પહેલીવાર બનશે જ્યારે ન્યૂયોર્ક શહેરના આ ખાસ સ્થળ પર તિરંગો લહેરાશે.

ત્રણ રાજ્યો ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટના ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (એફઆઇએ)એ એક નિવેદનમા કહ્યું કે, ટાઇમ સ્ક્વેર પર પહેલીવાર તિરંગો લહેરાવીને 15 ઓગસ્ટ 2020એ ઇતિહાસ રચાઇ જશે. આ પ્રસંગે ન્યૂયોર્કમાં ભારતતના મહાવાણિજ્ય દૂત રણધીર જાયસ્વાલ ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન ખાસ અતિથિ તરીકે હાજર રહેશે.

આ પહેલા અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજનના પ્રસંગે ન્યૂયોર્ક ટાઇમ સ્ક્વેરમાં વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરની થ્રીડી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. વિશાળ નેસ્ડેક સ્ક્રીન ઉપરાંત 17000 વર્ગ ફૂટ વાળી એલઇડી સ્ક્રીન પર થ્રીડી તસવીરોનુ પ્રદર્શન કરવામાં આવશે.

ખરેખર, ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલુ આ બિલબોર્ડ દુનિયાનુ સૌથી મોટુ અને આકર્ષક બિલબોર્ડમાંનુ એક છે, અને પર્યટકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે.

નોંધનીય છે કે, હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો છે. અમેરિકામાં સૌથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ કેર વર્તાવ્યો છે, અહીં લગભગ 52.50 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.