રાંચીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અનલોક 3માં રાત્રિ કર્ફ્યુ હટાવી લેવા સહિત અનેક છૂટછાટ આપવામાં આવી છે. તેમ છતાં ઝારખંડમાં હજુ સલૂન કે બ્યૂટી પાર્લર ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. જેને લઈ આજે રાંચીમાં સલૂન માલિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ઝારખંડમાં વધી રહેલા કેસને લઈ રાજ્ય સરકારે હજુ સુધી સ્પા, સલૂન, બ્યૂટીપાર્લર નહીં ખોલાવા આદેશ કર્યો છે. જેને લઈ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. ઝારખંડ સલૂન એસોસિએશનના સભ્યોએ આજે રાજ્યમાં ફરીથી સલૂન અને બ્યૂટી પાર્લર ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દેખાવકર્તાના કહેવા મુજબ, “સમગ્ર દેશમાં સલૂન અને પાર્લર ખૂલી ગયા છે અને માત્ર ઝારખંડમાં જ બંધ છે. અમે સરકારને સલૂન અને પાર્લર ફરી ખોલવા મંજૂરી આપવા અરજી કરીએ છીએ.”



ઝારખંડમાં હાલ કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 9123 છે. જ્યારે 8838 લોકો સાજા થઈ ગયા છે અને 177 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 62,064 કેસ નોંધાયા છ અને 1,007 મોત થયા છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 22,15,075 પર પહોંચી છે અને 44,386 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં 15,35,744 સાજા થઈ ગયા છે અને 6,34,945 એક્ટિવ કેસ છે.

શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત

મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કેટલા તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ