Maharashtra Election 2024: આજે વહેલી સવારથી જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. શરદ પવાર, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર જેવા દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. ઘણા નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું. મતગણતરી 23 નવેમ્બરે થશે. અત્યારે રાજ્યમાં બે કલાકનુ મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે, અને અલગ અલગ મતદાન મથકો પર મુંબઇકરો શાંતિપૂર્ણ રીતે લોકશાહીના અવસરને મનાવી રહ્યાં છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનને બે કલાક પૂર્ણ થયા છે. મતદાનને લઈને મુંબઈકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ મતદાન મથકો પર સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે. નેતાઓ, અભિનેતા પણ મતદાન કરી રહ્યાં છે. અજીત પવાર, સુપ્રિયા સુલે, મોહન ભાગવતે, શરદ પવારે વહેલી સવારે જ મતદાન કરીને તમામને મતદાન કરવા અપીલ કરી હતી. મુંબઇમાં અભિનેતા અક્ષય કુમાર, રાજકુમાર રાવ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યુ હતુ. રાજ્યમાં 288 વિધાનસભા બેઠકો પર 4 હજાર 136 ઉમેદવારોનું ભાવી આજે EVMમાં કેદ થવાનું છે. 


શિવસેના (શિંદે જૂથ) મહાયુતિના ઉમેદવાર શાઇના એનસી અને તેમની પુત્રી શનાયાએ મત આપ્યા પછી તેમની આંગળી શાહીથી ચિહ્નિત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે NCP નેતા શિવાજી નગરના ઉમેદવાર નવાબ મલિકે પોતાનો મત આપ્યો છ, જે બાદ મીડિયા સાથે વાત કરતા મતદાનના મહત્વ પર ભાર મૂક્યો. આરએસએસના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતુ. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા મતવિસ્તારના NCP ઉમેદવાર અજિત પવારે બુધવારે પોતાનો મત આપ્યો. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું, "મહાયુતિ અહીં સરકાર બનાવવા જઈ રહી છે અને મને આશા છે કે બારામતીના લોકોને મારામાં વિશ્વાસ હશે."


આ પણ વાંચો


મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર