પીએમ મોદીએ વિરાટ કોહલીને તેના ફિટનેસ રૂટીનને લઈને સવાલ કર્યો હતો, તેના જવાબમાં કોહલીએ કહ્યું, “ફિટ ઈન્ડિયા અભિયાનથી તમામને ફાયદો થઈ રહ્યો છે. રમતની જરૂરિયાત ખૂબજ ઝડપથી બદલાઈ રહી હતી અને આપણે તેને પૂરી કરી શકતા નહોતા. આપણે આ ફિટનેસના કારણે પાછળ રહી જતાં હતા. મને લાગે છે કે, ફિટનેસ જ પ્રાથમિકતા હોવી જોઈએ. આજે ફિટનેસ સેશન મિસ થતાં ખરાબ લાગે છે.”
મજાકના અંદાજમાં પીએમ મોદીએ દિલ્હીના છોલે ભટૂરેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેના જવાબમાં કોહલીએ કહ્યું કે, હા તે બધુ છોડવું જરૂરી હતી. મારી ટેવ ખરાબ હતી. હું જ્યારે પણ બહાર પ્રેક્ટિસ માટે જતો હતો ત્યારે બહારનું ખાતો હતો. તમામ વસ્તુઓ હેલ્થને નુકસાન પહોંચાડે છે. ડાયટનું ખૂબજ મહત્વ છે.
કોહલીએ ફિટનેસની રીત બતાવતા કહ્યું કે, આજના સમયે તમે માત્ર સ્કીલ પર નથી ટકી શકતા. તમારા શરીરનું મહત્વનું યોગદાન હોય છે. મગજ અને શરીર બન્ને ફીટ હોવું જરૂરી છે. ભોજન વચ્ચે સમય આપવો મહત્વપૂર્ણ છે. સતત ખાતા રહેવું જાઈએ નહીં, તેનાથી નુકસાન થાય છે. આપણે વિચાર કરવો જોઈએ કે વજન ઓછું કરવાનું છે કે, પોતાની ફિટનેસ બેહતર કરવી છે.