રશિયાની કોવિડ-19 રસીનું ભારતમાં હ્યુમન ટ્રાયલ
કંપનીના વરિષ્ઠ અધિકારી દીપક સાપરાએ કહ્યું કે, “સ્પુતનિક-5 વેક્સીનનાં ભારતીય ટ્રાયલમાં 1000-2000 વોલન્ટિયરને સામેલ કરવામાં આવશે. ટ્રાયલ ભારતની અનેક ખાનગી અને સરાકરી હોસ્પિટલમાં કરવામાં આવશે.” તેમણે કહ્યું કે, “અમે અંતિમ તબક્કાનું હ્યુમન ટ્રાલયની શરૂઆત કેટલાક સપ્તાહમાં કરવા જઈ રહ્યા છીએ. ભારતીય નિયામક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરી મળ્યા બાદ ક્લીનિકલ ટ્રાયલની શરૂઆત થશે.”
ડો. રેડ્ડીજ લેબોરેટરીઝ કરશે ત્રીજા તબક્કાનું ટ્રાયલ
સ્પુનતિક-5 રસીનું ટ્રાયલ રશિયાના પ્રત્યક્ષ રોકાણ ફંડ અને ડોક્ટર રેડ્ડીઝની વચ્ચે થયેલ કરારનો એક ભાગ છે. જે અંતર્ગત ભારતીય ફાર્મા કંપની ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવા જઈ રહી છે. સ્થાનીક સ્તર મંજૂરી મળ્યા બાદ ભારતમાં રસીનું વિતરણ કરવામાં આવશે. રશિયાની સંસ્થાત પ્રત્યક્ષ રોકાણ દ્વારા ડોક્ટર રેડ્ડીઝને 100 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવશે. તેણે ભારતીય નિર્માતાઓ સાથે ભારતમાં 300 મિલિયન ડોઝ ઉત્પાદન કરવાનો પણ કરાર કર્યો છે.
કોવિડ-19 વિરૂદ્ધ રશિયાએ સૌથી પહેલા રસીની મંજૂરી આપીને વિશ્વને ચોંકાવી દીધું હતું. કહેવાય છે કે, ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર સ્પુતનિક-5ના ડોઝ ભારતીય રશિયા નિર્મિત ડોઝનું મિશ્રણ હશે. ડો. રેડ્ડીઝના ટોચના અધિકારી સાપરાએ કહ્યું કે, રશિયા અને ભારતીય કંપની ટૂંકમાં જ ભારતમાં સંભવિત નિર્માતાઓનું ઓળખ કરી લેશે.