હૈદરાબાદઃ તેલંગાણામાં એસીબીએ જુદીજુદી જગ્યાએ દરોડા પાડ્ય હતા, અહીં તપાસ દરમિયાન તેલંગાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી 70 કરોડનુ કાળુનાણુ જપ્ત કરવામાં આવ્યુ છે. આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાળુ નાણું રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે આવકથી વધુ સંપતિ છે.
આ મામલે અધિકારીનુ કહેવુ છે કે એસીપી યેલામકુરી નિરસિમ્હા રેડ્ડીએ કથિત રીતે ભષ્ટ આચરણ અને સંદિગ્ધ સાધનોનો ઉપયોગ કરીને આ સંપતિ હાંસલ કરી છે. અધિકારી રાચકોન્ડા પોલીસ કમિશનરેટ અંતર્ગત મલકજગિરી ડિવિઝનમાં તૈનાત છે. જોકે માલિકીની સંપતિની સરકારી મૂલ્ય 7.5 કરોડ છે, સ્થાનિક માર્કેટ કિંમત 70 કરોડ છે.
એક ગુપ્ત સૂચનાના આધાર પર તેલંગાણાના હૈદારબાદ, વારંગલ, જાંગો, નલગોંડા, કરીમનગર જિલ્લામાં અને આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 25 જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમના અનંતપુરમાં 55 એકર કૃષિ જમીન, મધાપુરમાં 1960 વર્ગ ગજના ચાર ભૂખંડ જોકે સાયબર ટાવર્સની સામે છે, બે અન્ય ભૂખંડ, હાફિજપેટમાં એક વાણિજ્યિક જી+. ભવન, બે ઘર, 15 લાખ રોકડ, બે બેન્ક લૉકર, રિયર એસ્ટેટ અને અન્ય વ્યવસાયોમાં રોકાણ કરેલુ સામે આવ્યુ છે. એજન્સીએ કહ્યુ કે સર્ચ ઓપરેશન ચાલુ છે, અને તપાસ પણ ચાલી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
એસીબીના દરોડા દરમિયાન તેલંગાણામાં એક પોલીસ ઓફિસર પાસેથી મળી 70 કરોડની બેનામી સંપતિ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 02:19 PM (IST)
તપાસ દરમિયાન તેલંગાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી 70 કરોડનુ કાળુનાણુ જપ્ત કરવામાં આવ્યુ છે. આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાળુ નાણું રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે આવકથી વધુ સંપતિ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -