નવી દિલ્લી: આવતી કાલ એટલે કે શનિવારથી બેંક સતત પાંચ દિવસ માટે બંધ રહેશે. આથી તમારે કેશ લેવાથી લઈને બેંકના દરેક કામ આજે જ પતાવી લો. કાલે બેંક બંધ થયા પછી સીધી 13 ઓક્ટોબરના રોજ ખુલશે. જો કે ગુજરાતમાં શનિ-રવિ અને મંગળવારે રજા રહેશે.


આવતી કાલે મહિનાનો બીજો શનિવાર હશે જેને કારણે બેંક બંધ રહેશે અને રવિવારે રજા રહેશે. આ પછી 10 ઓક્ટોબરે દુર્ગાનવમી હશે અને 11 ઓક્ટોબરે દશેરા હોવાથી બેંક બંધ રહેશે.આ પછી 12મી તારીખે મહોરમ હોવાથી બેંકમાં રજા હશે. એટલે કે સળંગ પાંચ દિવસ બેંકોનું કામકામ બંધ હશે. જો કે દુર્ગાનવમી અને મહોરમની રજા ગુજરાતમાં મળશે નહિ.

આથી જો એટીએમમાંથી કેશ કાઢવા માગતા હોવ તો આજે જ કાઢી લેવાની સલાહ છે કેમકે બે દિવસ બાદ એટીએમમાં કેશ ખાલી થઈ જાય તેવી શક્યતા છે. જો કે બેંકોએ આશ્વાસન આપ્યું છે કે જો એટીએમમાં કેશ પૂરી થઈ જાય તો તેઓ કેશ મૂકશે.

જો કે 12 ઓક્ટોબરે ચંડીગઢ અને જમ્મુ-કશ્મીરમાં રજા રહેશે.