નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપ્યો છે. યૂએનમાં પાકિસ્તાનને ચેતવણી આપતા સુષમા સ્વરાજે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાન તેને લઈને સ્વપ્ન જોવાનું છોડી દે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે યૂએનમાં હિન્દીમાં બોલતા ભારતનો પક્ષ સ્પષ્ટ શબ્દોમાં રાખ્યો. વિશ્વ સમક્ષ તથ્યો રાખીને પાકિસ્તાનને ખુલ્લું પાડી દીધું છે.
સુષમાએ વિશ્વને આપ્યા પાકિસ્તાનની પોલ ખોલનારા પાંચ તથ્યો
1. સુષમાએ કહ્યું, અમે શરતોની સાથે નહીં મિત્રતાની સાથે પાકિસ્તાન સામે હાથ ફેલાવ્યો. અમે બે વર્ષમાં મિત્રતાની એવી પરિભાષા કરી જે પહેલા ક્યારેય નથી. પરંતુ અમને તેના બદલમાં શું મળ્યું. પઠાનકોટ, ઉરી, બહાદુર અલી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના શપદ ગ્રહણમાં નવાઝ શરીફને બોલાવ્યા. તેના જન્મદિવસ પર લાહોર ગયા બદલામાં અમને પઠાનકોટ, ઉરી અને બહાદુર અલી મળ્યા. બહાદુર અલી સરહદ પારથી આવેલ આતંકવાદી છે જે હાલમાં ભારતની કસ્ટડીમાં છે.
2. નવાઝ શરીફે કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો. સુષમા સ્વરાજે કહ્યું, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે તેની સાથે માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો કોઈએ માનવાધિકાર ઉલ્લંઘન જોવું હોય તો બલૂચિસ્તાન જઈને જુએ.
3. સુષમા સ્વરાજે કહ્યું, આજે આપણે જોવું પડશે કે આ આતંકવાદીને કોણ મદદ કરી રહ્યું છે. ઈતિહાસ સાક્ષી છે કે જેણે હિંસક વિચારધારાને આશ્રય આપ્યો છે તેને તેનું ખરાબ પરિણામ જ મળ્યું છે. મારો અને તારા આતંકવાદીની માનસિકતામાંથી બહાર આવવું પડશે. એક દૃઢ નિશ્ચયની સાથે આજે આપણે આતંકવાદનો સામનો કરવો પડશે.
4. સુષમા સ્વરાજે કહ્યું, દુનિયામાં કેટલાક દેશ એવા છે જે આતંકવાદી વાગે છે, ઊગાડે છે અને વેચે છે. આતંકવાદનું સમર્થન કરનારા દેશોને વિશ્વમાં કોઈ સ્થાન ન મળવું જોઈએ. સુષમાએ માગ કરી કે વિશ્વ આવા દેશોને એકલા પાડી દેવા જોઈએ.
5. આતંકવાદનો સામનો કરવાનો રસ્તો બતાવતા સુષમા સ્વરાજે કહ્યું, 1996થી અટકી પડેલ CCIT એટલે કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સમજૂતી પસાર કરવી પડશે. અમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જરૂર છે. જો આવું થાય તો હું સમજીશ કે કોન્ફરન્સ સફળ રહી.