નવી દિલ્લી; મણિપુરની સામાજિક કાર્યકર્તા અને 16 વર્ષ લાંબા ઉપવાસ કરનાર ઈરોમ શર્મિલાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સચિવાલયમાં મુલાકાત કરી હતી. કેજરીવાલ અને ઈરોમ વચ્ચે આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. સુત્રોની જાણકારી મુજબ ઈરોમે સોશિયલ મીડીયામાં જાણકારી આપી હતી કે તે દિલ્લીના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલને મળશે અને રાજનીતિના ગુણ શીખશે. પોતાના 16 વર્ષ લાંબા ઉપવાસ બાદ ઈરોમની આ પ્રથમ વખત કોઈ નેતા સાથેની મુલાકાત છે. મણિપુરની 60 સભ્યોની વિધાનસભા માટે આવતા વર્ષે ચૂંટણી છે. ઈરોમનું માનવું છે કે દિલ્લીમાં જે રીતે અરવિંદ કેજરીવાલે જીત મેળવી નવી રાજનીતિની શરૂઆત કરી તેનાથી ધણું શીખવા મળશે.