ફ્રાન્સના બંદરગાહ શહેર બોર્ડેઓસ્કમાં મેરીગ્નેક વાયુસેના એરબેઝ પરથી સોમવારે રવાના થયેલા પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો આજે અંબાલા એરબેઝ પર પહોંચી ચૂક્યો છે. અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કર્યા હતા.
રાફેલના અંબાલા આવવાની વાયુસેનાએ પુરેપુરી તૈયારીઓ કરી લીધી હતી. આ માટે રાફેલ બનાવનારી ફ્રાન્સીસી કંપની, દસૉલ્ટે 227 કરોડ રૂપિયાના ખર્ચેથી એરબેઝમાં મૂળભૂત સુવિધાઓ તૈયાર કરી હતી. જેમાં વિમાનોના રનવે, પાર્કિંગ માટે હેન્ગર અને ટ્રેનિંગ માટે સિમ્યૂલેટર સામેલછે. આ વિમાન ફ્રાન્સથી 7 હજાર કિલોમીટરની દુર કાપીને આવી રહ્યાં હતા. ભારતે વાયુસેના માટે 36 રાફેલ વિમાનો ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સની સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
ખાસ વાત છે કે રાફેલની લેન્ડિંગને લઇને અંબાલાની આજુબાજુના ચાર ગામોમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. જેથી અહીં કોઇપણ પ્રકારની ભીડભાડ થાય નહીં. અહીં બતાવેલી તસવીર અંબાલા શહેરની છે, વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. રાફેલ વિમાનોના લેન્ડિંગના સમયે લોકોને છત પર ચઢવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
અંબાલામં જ રાફેલ ફાઇટર જેટ્સની પહેલી સ્ક્વૉડ્રન તૈનાત કરાશે. 17મા નંબરની આ સ્ક્વૉડ્રનને ગોલ્ડન એરોઝ નામ આપવામાં આવ્યુ છે. આ સ્ક્વૉડ્રનમાં 18 રાફેલ લડાકુ વિમાન ત્રણ ટ્રેનર અને બાકી 15 ફાઇટટર જેટ્સ હશે.