INX મીડિયા કેસઃ દિવાલ કૂદીને પી.ચિદંબરમના ઘરમાં ઘૂસનાર CBI અધિકારી કોણ છે?
abpasmita.in | 22 Aug 2019 06:14 PM (IST)
સીબીઆઇના અધિકારીઓ ચિદંબરમના ઘરની દિવાલ કૂદીને અંદર પહોંચી ગયા હતા અને ત્યાંથી અડધો કલાકમાં ચિદંબરમને લઇને સીબીઆઇની હેડઓફિસ પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં સીબીઆઇએ પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમની ધરપકડ કરી હતી. બુધવારની રાત્રે સીબીઆઇએ ચિદંબરમના ઘરે પહોંચી હતી અને તેમની ધરપકડ કરી હતી. સીબીઆઇ અધિકારી જ્યારે ચિદંબરમના ઘરે પહોંચી ત્યારે દિલ્હી પોલીસના અધિકારીઓ તેમના ઘરની બહાર સુરક્ષા આપી રહ્યા છે. પરંતુ ચિદંબરમના ઘરની અંદર પહોંચવા માટે સીબીઆઇના અધિકારીઓ દિવાલ કૂદીને તેમના ઘરમાં પહોંચી હતી. INX મીડિયા કેસની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકાર આર.પાર્થસારથીની ટીમની આગેવાની કરતા ચિદંબરમના ઘરની દિવાલ કૂદીને અંદર પહોંચી ગયા હતા અને ત્યાંથી અડધો કલાકમાં ચિદંબરમને લઇને સીબીઆઇની હેડઓફિસ પહોંચ્યા હતા. લગભગ બે વર્ષ અગાઉ સીબીઆઇએ આ કેસમાં એફઆઇઆર દાખલ કરી હતી જેમાં યુપીએ સરકારના પૂર્વ મંત્રી ચિદંબરમ કાર્તિ ચિદંબરમની સંડોવણીની વાત સામે આવી રહી હતી. પાર્થસારથીએ આ કેસની તપાસ આગળ વધારી હતી. સીબીઆઇ ડિપ્ટી સુપરિટેન્ડેટ ઓફ પોલીસ પાર્થસારથીએ પિતા પુત્ર વિરુદ્ધ સતત તપાસ ચાલુ રાખી હતી. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે INX મીડિયાને વર્ષ 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશી ફંડ માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં અનિયમિતતા કરવામાં આવી હતી. તે સમયે ચિદંબરમ યુપીએ-1 સરકારમાં નાણામંત્રી હતા. પાર્થસારથીની સાથે સીબીઆઇમાં કામ કરનાર પૂર્વ અધિકારી તેમને એક શાંત અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ગણાવે છે. જે INX મીડિયા કેસને કાયદાકીય રીતે અંતિમ નિષ્કર્ષ પહોંચાડવા માંગે છે.