હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને પગલે નીતીશ સરકારે પટના અને ભાગલપુર સહિત મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દિધી છે.
ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર થઈ છે. ઘણી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બિહારમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પટના, મુઝફ્ફરપુર, શિવહર, દરભંગા, ભાગલપુર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.