ભારે વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લાઓમાંથી 6 જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત થયા છે. ખાસ કરીને જે નેપાલની સીમા પર આવેલા છે તે વધુ પ્રભાવિત છે. કોસી, ગંડક, બાગમતી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, નદીઓમાં પુર આવવાથી જિલ્લાઓમાં પુરનુ પાણી ઘૂસી ગયુ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની રાહત અને બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને કામ કરી રહી છે.
કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ....
બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે.
કયા વિસ્તારોમાં પુરનુ પાણી ઘૂસી ગયુ....
મધુબની, અરસિયા, મોતિહારી, રક્સૌલ, દરભંગા, સહરસા, સમસ્તીપુર, સુપૌલ, ગોપાલગંજ, મુજફ્ફરપુર અને સીતામઢી વિસ્તારોમાં સામેલ છે.