એનટર્ની જનરલ વેણુગોપાલે એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પણ માત્ર દુર્લભ મામલામાં જ અવમાનનાની કાર્યવાહી કરે છે. ટ્વિટર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયોની આલોચના કે તેના પર ઉઠાવવામાં આવતા સવાલો વચ્ચે વેણુગોપાલે કહ્યું કે, “તંદુરસ્ત લોકતંત્ર માટે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચર્ચા પર રોક લગાવવી જોઈએ નહીં.કોર્ટ સામાન્ય રીતે ટીકાઓ પર પ્રતિક્રિયા આપતી નથી જ્યા સુધી સીમા ઓળંગી ન જાય.
તેમણે વધુમાં કહ્યું કે, ન્યાયપાલિકા અને સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા અને મીડિયામાં ઘણી ટીકા થઈ રહી છે. આપણને ખુલ્લા લોકતંત્ર અને ખુલ્લી ચર્ચાની જરુર છે. સોશિયલ મીડિયા કે બોલવાની આઝાદી પર અંકુશ લગાવવો જોઈએ નહીં. તંદુરસ્ત લોકતંત્રમાં સોશિયલ મીડિયા પર ચર્ચા પર સરકારે અંકુશ મૂકવો જોઈએ નહીં. તેના પર અંકુશ મૂકવો બિનજરૂરી હશે.
એટૉર્ની જનરલે કહ્યું કે, સરકારે આ સ્વતંત્રતા પર અંકુશ મુકવા માટે કોઈ પણ પગલા ઉઠવવા નહીં જોઈએ. જો કોઈ કહેશે કે કંઈ છૂટી ગયું છે તો સુપ્રીમ કોર્ટ તેની સાથે કાર્યવાહી કરવામાં ખુશ થશે. સુપ્રીમ કોર્ટ ત્યા સુધી પોતાના રસ્તા પરથી નહીં હટે જ્યાં સુધી અવમાનના નહીં થાય. સુપ્રીમ કોર્ટ પણ દુર્લભ કેસમાં જ અવમાનનાની પહેલ કરે છે.