ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આથરટન સાથે સ્કાઇ સ્પોર્ટ પર વાતચીત દરમિયાન સ્ટીવ વૉએ જણાવ્યું કે, અમે શરૂઆતથી જ સાથે રહ્યા. એક જ ક્લાસમાં હતા. એક જ બેડરૂમમાં 16 વર્ષ સુધી રહ્યા. અમે એક જ ટીમમાં હતા અને એક પ્રકારના કપડા પહેરતા હતા. અમારા બંનેમાં ઘણી સમાનતા હતી તેથી તુલના થાય તે સ્વાભાવિક હતી.
તેણે આગળ કહ્યું, અમે બંને ભાઈઓ રમતમાં સારુ કરતા હતા. અમે બંનેએ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદદર્શન કર્યું. અમે બંને એકબીજાનો આદર કરતા હતા. હું હંમેશા ઈચ્છતો કે માર્ક વધારે સારું પ્રદર્શન કરે. જ્યારે તે ટેસ્ટ ટીમમાં નહોતો ત્યારે હું મેદાન પર કઈંક ખોવાઈ ગયું હોય તેમ અનુભવતો હતો. અનેક રીતે અમારી વચ્ચે શાનદાર સંબંધ હતો. ભલે અમે બંને પરસ્પર ઓછી વાત કરતા હોઈએ પરંતુ જ્યારે મળીએ છીએ ત્યારે ઘણી ખુશી થાય છે.
ઓસ્ટ્રેલિયા તરફથી 168 ટેસ્ટ રમનારા સ્ટીવે 50.59ની સરેરાશથથી 10,927 રન બનાવ્યા છે. જેમાં 32 સદી પણ સામેલ છે. જ્યારે વન ડે ક્રિકેટમાં સ્ટીવના નામે 7,569 રન છે. માર્ક વૉએ 128 ટેસ્ટમાં 8,029 રન બનાવ્યા છે. માર્કના નામે ટેસ્ટમાં 59 વિકેટ પણ છે. જ્યારે વન ડેમાં તેણે 8,500 રન બનાવવાની સાથે 85 વિકેટ પણ ઝડપી છે.