પટનાઃ ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. જોકે, લાલુ યાદવ હાલમાં જેલમાં જ રહેશે કારણ કે દુમકા કોષાગાર કેસ હજુ ચાલુ છે.

જણાવીએ કે, લાલુ યાદવ ઘાસચારા કૌભાંડ ત્રણ જુદા જુદા કેસમાં 14 વર્ષની સજા મળ્યા બાદ 23 ડિસેમ્બર, 2017થી સારવાર માટે પોલીસ જ્યુડિશિયલ કસ્ટડીમાં ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ રાજેન્દ્ર આયુર્વિગ્યાન સંસ્થાન (રિમ્સ)માં ભરતી છે. થોડા મહિના પહેલા લાલુને કોરોના વાયરસના સંકટથી બચાવવા માટે રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2013માં ઘાસચારા કૌભાંડ પહેલા કેસમાં દોષી સાબિત થયા બાદ તેઓ 2014થી જામીન પર છુટ્યા હતા. પરંતુ ફરી એક વખત 23 સપ્ટેમ્બર, 2017માં લાલુ ઘાસચારાના એક અન્ય કેસમાં સજા સંભળાવ્યા બાદ બિરસામુંડા જેલ મોકલવામાં આવ્યા અને ત્યારથી તે જેલમાં બંધ છે. હાલમાં લાલુ જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમ્સમાં સારવાર લઈ રહ્યા છે.