નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 4% અને રિવર્સ રેટો રેટ 3.35% પર જાળવી રાખ્યો છે. રેપો રેટમાં ફેરફાર ન થવાનો મતલબ છે કે હોમ લોન, ઓટો લોનના વ્યાજ દરમાં કોઈ રાહત નહીં મળે. રેપો રેટમાં કેટલાક ફેરફાર નહીં થાય તેની પહેલેથી જ આશા હતા. ઓગસ્ટમાં પણ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જોકે ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં રેપો રેટમાં 2.5 ટકાનો ઘટાડો થયો છે.


ખાદ્યાન્નોના ઉત્પાદનમાં બની શેક છે નવો રેકોર્ડ

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સુકર્વારે એમપીસીની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, એમપીસીએ રેપો રેટ ચાર ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નરે કહ્યું કે, ખાદ્યાન્નોના ઉત્પાદનમાં દેશમાં નવો રેકોર્ડ બની શકે છે. ચોમાસુ સારુ રહેતા અને ખરીફ પાકનો વાવેતર વિસ્તાર વધવાથી ખાદ્યાન્નોના ઉત્પાદનમાં નવો રેકોર્ડ બની શકે છે.

તેમણે કહ્યું કે, ‘આરબીઆઈ આર્થિક વૃદ્ધિને સમર્થન આપવા માટે ઉદાર વલણ જાળવી રાખશે. કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં ભારતીય અર્થવ્યવસ્થા નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. અર્થવ્યવસ્થામાં પ્રથમ ક્વાર્ટરમાં આવેલ ઘટાડો પાછળ રહી ગોય છે, સ્થિતિમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. પ્રતિબંધ લગાવવની જગ્યાએ હવે અર્થવ્યવસ્થાને તેમાંથી બહાર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે. ચાલુ નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધી ફુગાવો નક્કી મર્યાદામાં આવવાનો અંદાજ છે.’