નવી દિલ્હી: ઓરિસ્સામાં બીજેડીના પૂર્વ નેતા સાંસદ બૈજયંત જય પાંડાએ આખરે ભાજપમાં સામેલ થઈ જતાં તેમના અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. બૈજયંત પાંડાએ ગત વર્ષે બીજેડીમાંથી રાજીનામું આપ્યું હતું. પાંડાને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. બીજેપીમાં સામેલ થયા બાદ બૈજયંત પાંડાએ પાર્ટી અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી.


બૈજયંત પાંડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ વિશે જણાવ્યું હતું કે, નવ મહિનાના આત્મચિંતન અને સહયોગીઓ તેમજ લોકો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા બાદ આ પગલું ભર્યું છે.



મહાશિવરાત્રિના પવિત્ર અવસરે મેં ભાજપમાં સામેલ થવાનો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઓડિશા અને ભારતમાં સેવા કરવાનો નિર્ણય લીધો છે.