નવી દિલ્હી: દિલ્હી હિંસા પર સખ્ત ટિપ્પણી કરી ચર્ચામાં આવેલા જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર પર પૂર્વ મુખ્ય ન્યાયાધીશે પણ સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટેના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણને કહ્યું કે સરકારે ટ્રાન્સફર ઓર્ડર જારી કરવામાં સાવધાની રાખવાની જરૂર હતી. આ પહેલા કૉંગ્રસે પણ તેમના ટ્રાન્સફર પર સરકારની મંશા પર સવાલ ઉઠાવ્યા છે.
કેજી બાલાકૃષ્ણનને કહ્યું, “ અડધી રાતે ટ્રાન્સફર ઓર્ડર આપતા પહેલા સરકારે થોડી સાવધાની રાખવી જોઈતી હતી.” જસ્ટિસ મુરલીધરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ટ્રાન્સફર કરવાનો આદેશ 26 ફેબ્રુઆરીએ જાહેર કર્યો હતો. જો કે સરકારે પોતાનો બચાવ કરતા ટ્રાન્સફર પાછળ કૉલેજિયમના નિર્ણયનો હવાલો આપ્યો હતો.
પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું, જ્યારે દેશમાં સ્થિતિ ખરાબ હોય અને મીડિયા સહિત અન્ય સંસ્થાન પણ સક્રિય છે તો સરકારે ટ્રાન્સફર ઓર્ડર જારી કરતા પહેલા થોડો સમય સતર્ક રહેવાની જરૂર હતી. તેમનું કહેવાનું છે કે, લોકો સરકારની મંશા પર સવાલ ઉઠાવશે. સરકારના નિર્ણયની અલગ તરીકે વ્યાખ્યા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તર -પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. તેની વચ્ચે મંગળવારે રાતે દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ મુરલીધરના ઘરે 12.30 સુનાવણી થઈ હતી. બુધવારે સવારે જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની બેન્ચે ફરી એકવાર એક અન્ય અરજી પર સુનાવણી કરી હતી. તે દરમિયાન હિંસાના આરોપી બીજેપી નેતા અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા વિરુદ્ધ FIR ન નોંધવા પર પોલીસને ફટકાર લગાવી હતી. બુધવારે મોડી રાતે કાયદા મંત્રાલયે જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફરનું નોટિફિકેશન જાહેર કરી દીધું હતું
જસ્ટિસ મુરલીધર ટ્રાન્સફર: પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું- સરકારે વધુ સાવધાની રાખવાની જરૂર હતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Feb 2020 04:16 PM (IST)
બુધવારે સવારે જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની બેન્ચે ફરી એકવાર એક અન્ય અરજી પર સુનાવણી કરી હતી. તે દરમિયાન હિંસાના આરોપી બીજેપી નેતા અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા વિરુદ્ધ FIR ન નોંધવા પર પોલીસને ફટકાર લગાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -