નવી દિલ્હીઃ ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે.


છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પૂછી હતી.

જેટલી વ્યવસાયે વકીલ છે અને તે ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો મહત્વનો હિસ્સો હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે. જીએસટી અને નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે તેઓ નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.

નાદુરસ્ત તબિયતના કારણે જેટલીએ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તેઓ ડાયાબિટિસની પીડિત હતા. વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું આમ, એક બેટ્સમેનના બદલે બીજા બેટ્સમેને કરી બેટિંગ, જાણો વિગતે

ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ

વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે