નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે રવિવારે દિલ્હીની કોન્સ્ટીટ્યૂશનલ ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ત્રણ તલાકના વિરોધ પાછળ તુષ્ટિકરણની રાજનીતિ છે. ત્રણ તલાકને દૂર કરવાની કોઈનામાં હિંમત નહોતી. આ ઐતિહાસિક પગલું લેવા માટે પીએમ મોદીનું નામ ઈતિહાસના સમાજ સુધારોકમાં લખાશે.


શાહે કહ્યું, ત્રણ તલાક એક કુપ્રથા હતી, તેમાં કોઈ સંદેહ નથી. ત્રણ તલાક પર કાનૂન બનવાથી મુસ્લિમ મહિલાઓને હક મળ્યો છે. 16 ઈસ્લામી દેશોએ અલગ-અલગ સમય પર ત્રણ તલાકને તલાક આપવાનું કામ કર્યું છે, આપણને 56 વર્ષ લાગ્યા. જેનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ હતી. જો તે ઈસ્લામની વિરુદ્ધ હોત તો આ દેશ બિન ઈસ્લામિક કામ કેમ કરત.


નરેન્દ્ર મોદી સરકારે સાડા પાંચ વર્ષના તેમના કાર્યકાળની અંદર 25થી વધારે ઐતિહાસિક નિર્ણય લઈ દેશની દિશા બદલવાનું કામ કર્યું છે. જે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો કમાલ છે. ટ્રિપલ તલાકને માત્ર અને માત્ર મુસ્લિમ સમાજના ફાયદા માટે ખતમ કરવામાં આવ્યો છે. ટ્રિપલ તલાકથી 50 ટકા મુસ્લિમ મહિલાઓ, બહેનોને યાતના વેઠવી પડતી હતી.


આજે જો આપણે આ બિલ લઈને ન આવત તો વિશ્વ સમક્ષ ભારતના લોકતંત્ર માટે એક કલંક હોત. આ માટે મુસ્લિમ મહિલાઓએ ઘણી લાંબી લડાઈ લડી. શાહબાનોને ટ્રિપલ તલાક આપવામાં આવ્યો તો પોતાની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગઈ.


વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે

ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો