નવી દિલ્હીઃ રિટાયર્ડ આઇએએસ અમરજીત સિન્હા અને ભાસ્કર ખુબ્લે (Bhaskar Khulbe)ને વડાપ્રધાન મોદીના સલાહકાર બનાવવામાં આવ્યા છે. શુક્રવારે અપોઇમેન્ટ ઓફ ધ કેબિનેટે આ નિમણૂકને લીલી ઝંડી આપી હતી. અમરજીત સિન્હા બિહાર 1983 બેન્ચના અધિકારી છે. જ્યારે ભાસ્કર પશ્વિમ બંગાળ 1983 બેન્ચના આઇએએસ અધિકારી છે.

બંન્ને અધિકારીઓ નિવૃત થઇ ચૂક્યા છે. આ બંન્ને અધિકારીઓનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. અમરજીત સિન્હા છેલ્લા વર્ષે ગ્રામીણ વિકાસ સચિવના પદ પરથી નિવૃત થયા હતા. જ્યારે ભાસ્કર નિવૃત થયા અગાઉ પીએમઓમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

સરકારી આદેશમાં કહેવામાં આવ્યુ છે. બંન્ને અધિકારીઓની નિમણૂક કરારના આધાર પર બે વર્ષ માટે થઇ છે અને આગામી આદેશ બાદ જ વધારી શકાશે. સાથે સરકારમાં સચિવ સ્તરના પુનઃ નિયોજીત અધિકારીઓ મામલામાં લાગુ નિયમ અને શરતો તેમના પર પણ લાગુ થશે.