આ વખતે કુલ 109 લોકોને પદ્મ સન્માન મળશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શિંજો આબેને લોકસેવા માટે પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યુ છે. તેમના કાર્યકાળમાં ભારત-જાપાન વચ્ચે સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ હતી. ગયા વર્ષે સ્વાસ્થ્ય ખરાબ રહેતા તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.
કેશુભાઈ પટેલને (મરણોપરાંત) પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત સરકારે કરી છે. ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતા ગણાતા કેશુભાઈ પટેલનું 29 ઓક્ટોબર, 2020ના લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયું હતું. કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા.પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી મોદીના પૂર્વ અગ્ર સચિવ નૃપેંદ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત) અને ધર્મગુરુ કબ્લે સાદિક (મરણોપરાંત) સહિતને 10 પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે.
પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા 102 લોકોમાં બ્રિટિશ ફિલ્મ નિર્દેશક પીટર બ્રૂક, ફાધર વાલેસ (મરણોપરાંત)ષ પ્રોફેસર ચમન લાલ સપ્રૂ(મરણોપરાંત), ગુજરાતના સ્વ. મહેશ અને નરેશ કનોડિયાને (મરણોપરાંત) ચંદ્રકાત મહેતા, તથા દાદુ દાન ગઢવીના નામ સામેલ છે.
કેશુબાપાને મરણોપરાંત પદ્મ ભૂષણ, જાણો ગુજરાતના અન્ય કયા લોકોને મળ્યો પદ્મશ્રી