Jharkhand News:  ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા અહીં રાજકીય ગતિવિધિઓ જોરશોરથી જોવા મળી રહી છે. ચંપાઈ સોરેન આજે (18 ઓગસ્ટ) કોલકાતાથી દિલ્હી પહોંચી ગયા છે. ચંપાઈ સોરેન અને ભાજપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેએમએમના સમીર મોહંતી, લોબીન હેમબ્રમ અને રામ દાસ સોરેન એ ત્રણ ધારાસભ્યો ચંપાઈના સંપર્કમાં છે, જેમની સાથે ચંપાઈ સોરેન ભાજપમાં જોડાઈ શકે છે.


 






શનિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં પત્રકારો સાથે વાત કરતી વખતે, ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાની અટકળો પર કહ્યું હતું કે હું જ્યાં હતો ત્યાં જ છું. આ અંગે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો પરંતુ તેઓ રવિવારે સવારે દિલ્હી પહોંચી ગયા છે.


ચંપાઈએ પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું હતું કે, અમે જ્યાં છીએ ત્યાં છીએ. બધાને પછી કહીશ. અમને ખબર નથી કે શું સમાચાર ફેલાય રહ્યા છે. અમને ખબર નથી કે તે ક્યાં જઈ રહ્યા છીએ કે નહીં. તો બીજી તરફ ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ ચંપાઈ સોરેનને મળ્યા હતા, શું આ બેઠકમાં ભાજપમાં જોડાવાની કોઈ ચર્ચા થઈ હતી? આના જવાબમાં ચંપાઈએ કહ્યું હતું કે, લોબીન સાથે પણ એવું જ થયું જે સામાન્ય રીતે થાય છે. ભાજપ વિશે કોઈ વાત થઈ નથી.


CM પદ પરથી હટાવવાથી ચંપાઈ: નારાજ?
તમને જણાવી દઈએ કે જ્યારે 31 જાન્યુઆરીએ ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કમાન ચંપાઈ સોરેનને સોંપવામાં આવી હતી, પરંતુ જૂનમાં જ્યારે હેમંત જામીન પર બહાર આવ્યા હતા, ત્યારે હેમંતે ફરી પોતાની હાથમાં  સત્તાની કમાન સંભાળી હતી. એવું માનવામાં આવે છે કે ચંપાઈ સોરેન આ નિર્ણયથી ખુશ નથી. ત્યારથી તેમના જેએમએમ છોડવાની અટકળો ચાલી રહી છે.


ભાજપે ચંપાઈ પર આ વાત કહી હતી
જેએમએમના નેતાઓના સંપર્કમાં હોવાના મામલે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે ભાજપના કોઈ નેતાએ સંપર્ક કર્યો નથી. અને ચંપાઈ સોરેન વરિષ્ઠ રાજકારણી છે. તેના વિશે કોઈ નિવેદન આપવા માંગતો નથી.


આ પણ વાંચો...


Nuclear Weapon: ભારતના પરમાણુ હથિયારો વિશેની માહિતી લીક! જાણો યોગના ફોટો સાથે શું છે કનેક્શન